ગુજરાતમાં બુધવારે કોરોના નવા 644 કેસ નોંધાયા હતા તથા વધુ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 8,18,351 તથા કુલ મરણાંક 9,965 થયો છે. કુલ 7.94 લાખ લોકો સાજા થયા છે.
રિકવરીની ટકાવારી 97.11 ટકા થઈ છે. સારી વાત એ છે કે રાજ્યના 33 જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં એક પણ મૃત્યું નોંધાયાં નહોતાં. જ્યારે 6માં એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નહોતા. અમદાવાદમાં સૌથી વધુ 93 કેસ તથા 3 મોત થયાં હતાં રાજ્યમાં કુલ 1,675 લોકોને બુધવારે ડિસ્ચાર્જ કરાયા હતા.
હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,683 છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,66,222 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ વધીને 97.11 ટકા થયો હતો. કુલ 7.94 લાખ ડિસ્ચાર્જ થયા છે. રસીકરણ 28% પાર થયું.