બારડોલી નગરજનો તસ્કરોથી સલામત નથી, ગત વિકમાં હુડકો અને રજનીગંધા સોસાયટીમાં તાળા તૂટ્યા હતા, સોમવારની રાત્રે સપ્તશૃંગી અને ગાયત્રી સોસાયટીમાં ઘરના તાળા તૂટ્યા હતા.
નગરમાં રોફ જમાવતી બારડોલી પોલીસ હકીકતમાં તસ્કરો સામે લાચાર હોવાનું જણાવી રહ્યા છે. બારડોલીમાં શિવાજીચોકની સામે આવેલી સપ્તસૃનગી સોસાયટીમાં ઘર નં. B 41માં રહેતા હસુભાઈ ગોંડલીયા સોમવારે રાત્રે ઘર બંધ કરી ઉપર સુતા હતા, ત્યારે તસ્કરો ઘરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં કિંમતી વસ્તુની શોધખોળ કરવા છતાં કશું હાથ ન લાગતા ભાગી ગયા હતા.
ત્યારબાદ ગાયત્રી સોસાયટીમાં પાલિકાના માજી મહિલા નગરસેવકના ઘરમાં અને બાજુના ઘર મળી 2 ઘરના તાળા તોડ્યા હતા. જેમાં ભાડુઆત તરીકે રહેતા સભ્ય છત પર સુવા ગયો અને તસ્કરો તાળું તોડી ઘરમાંથી રોકડ ચોરી ગયા હોવાનું સ્થાનિકો જણાવે છે, જ્યારે માજી ા નગરસેવકના ઘરમાં કિંમતી સમાન ચોરી થઈ નથી. તસ્કરો એક સાથે 2 સોસાયટીમાં 3 ઘરના તાળા તોડવાની ઘટનાથી સોસાયટીઓમાં ભયનો માહોલ છે, જેનું કારણ ગયા વિકમાં હુડકો સોસાયટીના બંધ ઘરમાં અને રજનીગંધા સોસાયટીમાં પણ તાળા તસ્કરોએ તોડ્યા હતા.
ગત અઠવાડિયે ચોરી થયા બાદ સોમવારે ફરી બે સોસા.માં 3 ઘરમાં ચોરી
સોમવારની રાત્રે સપ્તશૃંગી અને ગાયત્રી સોસાયટીમાં ઘરના તાળા તૂટ્યા હતા