સુરત ના ચીકુવાડી વિસ્તારમાં કેનાલ પર આશાદીપ વિદ્યાલયના ગેરકાયદેસર બાંધકામથી સ્કૂલ ઉભી કરી શિક્ષણ ના નામે છેતરપીંડી તેમજ શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો મામલો સામે આવ્યો છે. હાઈકોર્ટ ના કાયદા પ્રમાણે કોઈ પણ સ્કૂલ ની નીચે દુકાનો, પાન ના ગલ્લા વગેરે ન હોવું જોઈએ પરંતુ આશાદીપ વિદ્યાલયની નીચે અનેક પાન ની દુકાનો હોવા છતાં આ સ્કૂલ બેરોકટોક રીતે ચાલી રહી છે.તેમજ પાર્કિંગ તથા રમતગમત ના મેદાનની પણ કોઈ સુવિધા નથી. આ મામલે સ્ટાર ન્યુઝ સેવન ની ટીમ દ્વારા તપાસ કરાતા ભૂતકાળ પણ માં આશાદીપ વિદ્યાલયની એક શિક્ષિકા પર સ્કૂલ ના સંચાલક દ્વારા શારીરિક શોષણ અને માનસિક ત્રાસ અપાયો હોવાને લીધે શિક્ષિકા એ આત્મહત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે. આટલું થયા પછી પણ સ્કૂલ ના વહીવટ માં કોઈ જાત નો ફેરફાર થયેલ નથી. આ ઉપરાંત આશાદીપ વિદ્યાલય ની એક શિક્ષિકા એ સ્ટાર ન્યુઝ સેવન ની મુલાકાત માં ખુલાસો કર્યો હતો કે ગતવર્ષ ૨૦૧૭ માં તેને શારીરિક શોષણ તેમજ માનસિક ત્રાસ નો સામનો કરવો પડ્યો હતો અને સ્કૂલ ના સંચાલકો ની ધમકીઓ ને લીધે તેને શહેર છોડી દેવાનો વારો આવ્યો હતો. પૈસા ના જોરે ગેરકાયદે બાંધકામ ઉભું કરી બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરતી આ આશાદીપ વિદ્યાલય સ્કૂલ સામે આજ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. આ અંગે સુરત ના જ એક નાગરિક દ્વારા આર.ટી.આઈ કરાતા આ સ્કૂલ ની ગેરરીતિઓ અંગેની વિગતો સામે આવી હતી પરંતુ તેમને પણ મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આવા રાજકીય વગ ધરાવતા સ્કુલ ના સંચાલકો ને ના તો તંત્ર નો ડર છે ના તો સમાજ નો ડર છે આવા સંચાલકો શિક્ષણ ના નામે શિક્ષકો અને બાળકો ના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. તો શું આવી આશાદીપ વિદ્યાલય ના સંચાલકો ની સ્કુલ માં આપણા બાળકો નું ભવિષ્ય સલામત છે ???