સુરત પૂર્ણ શાકાહારી એટલે કે વિગન મિલ્કના નામે પ્રાણીઓના કહેવાતા અધિકાર માટે સક્રિય પીપલ ફોર ધ એથિક્લ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસને અવરોધવા પ્રયાસ થઇ રહ્યો છે.
મલ્ટિનેશનલ કંપનીઓના ઇશારે ભારતના ડેરી ઉદ્યોગને ખતમ કરવા પેટા દ્વારા મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની સામે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ એન. પટેલ એ નારાજગી વ્યક્ત કરી વડાપ્રધાનને લખેલા પત્રમાં પેટા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં દૂધને સંપૂર્ણ પોષક આહારનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે દૂધના સેવનથી દેહ ધાર્મિક રોજબરોજની ક્રિયાઓ શરીરને જોઇતા તમામ પોષક તત્ત્વો સરળતાથી મળી રહે છે. 10 કરોડ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા સમયે પેટા દ્વારા અમુલ ડેરીને પત્ર લખી પશુઓનું દૂધ વેચાણ બંધ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામ્ય અર્થતંત્ર દૂધ પર ચાલતું હોવાથી તેના પર અસર થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.
આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા રચાયેલા ષડયંત્ર અંગે પત્રમાં માહિતી અપાઈ છે.