મ્યુનિ.એ મંગળવારે બોડકદેવમાં આવેલા 8060 ચોરસ મીટરના એક પ્લોટની ઈ-હરાજી કરતાં તેના 151.76 કરોડ ઉપજ્યા હતા. શ્રેષ્ઠ ઇન્ફ્રાએ ચોરસ મીટર દીઠ રૂ.1.88 લાખની સૌથી વધુ બોલી લગાવી પ્લોટ ખરીદ્યો હતો.
બોડકદેવમાં આવેલા મ્યુનિ.ના આ બીજા પ્લોટની હરાજી થઈ છે. શ્રેષ્ઠ ઈન્ફ્રાએ ખરીદેલા પ્લોટ માટે માત્ર પક્ષકારે બોલી લગાવી હતી. આ પ્લોટ પર કોમર્શિયલ બાંધકામને મંજૂરી છે.
બોડકદેવ વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 50ના ફાઈનલ પ્લોટ નં. 383નું મંગળવારે મ્યુનિ. એસ્ટેટ વિભાગે ઈ-હરાજી યોજી હતી. પ્લોટ માટે તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર દીઠ 1.88 લાખ રાખવામાં આવી હતી. પરંતુ મ્યુનિ.ને હરાજીમાં તેના તળિયાના ભાગ કરતાં ચોરસ મીટર દીઠ માત્ર રૂ.300 વધારે મળ્યા હતા. તેને કારણે આ પ્લોટ 151.76 કરોડમાં વેચાયો હતો. ઇ-હરાજીમાં મ્યુનિ.ને રૂ. 24 લાખની વધુ આવક થઈ હતી. બોલી લગાવનારાની સંખ્યા ઓછી હોવાથી પ્લોટની ધારી કિંમત ઉપજી શકી નહીં હોવાનો મત છે.
માત્ર બે બીડરે બોલી લગાવી, શ્રેષ્ઠા ઈન્ફ્રાએ ચો.મી. દીઠ 1.88 લાખ ભાવ ભર્યો હતો