ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરતા પહેલા સ્કૂલ વાલીઓને બાકીની ફી ભરી જવા દબાણ કરી રહી હોવાની ફરિયાદો વાલી મંડળને મળી હતી.
પરંતુ ડીઇઓએ સ્પષ્ટતા કરી છે કે કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ સ્કૂલ વિદ્યાર્થીને નાપાસ નહીં કરી શકે, સ્કૂલ વિદ્યાર્થીને શૂન્ય ગુણ આપશે તો પણ વિદ્યાર્થી પાસ જ થશે.
વાલી મંડળના જણાવ્યા પ્રમાણે, કેટલાક વાલીઓનું શિક્ષણ ઓછું હોવાથી તેઓ જાણતા નથી કે માસ પ્રમોશનમાં પણ તેઓનું બાળક પાસ થઇ જશે. જેથી વાલીઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે માસ પ્રમોશનને કારણે ફી ભરી હોય કે ન ભરી હોય તેમ છતાં બાળકો પાસ થશે. દરમિયાન ધોરણ-10-12નું પરિણામ તૈયાર કરવાના નિયમમાં બોર્ડે ફેરફાર કર્યો છે.
જૂનું પરિણામ નહીં હોય તો સ્કૂલના રજિસ્ટરમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણની એન્ટ્રી માન્ય ગણાશે. સ્કૂલોની દલીલ હતી કે, એક વર્ષ જૂના પરિણામનો રેકોર્ડ તેમની પાસે નથી.
ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરતા પહેલા બાકીની ફી ભરી જવા દબાણ
ધોરણ-10-12નું પરિણામ તૈયાર કરવાના નિયમમાં બોર્ડે ફેરફાર કર્યો