ગામ ના સરપંચ અને પુત્ર એ આચર્યું આ કૃત્ય , રાજકોટ, ધોળકા બાદ હવે બનાસકાંઠા માં પણ થયો દલિત પર નજીવી બાબતે હમલો,

રાજકોટના શાપરમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. પોલીસ દ્વારા આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 8.25 લાખ રૂપિયાની સહાય કરવાની પણ
જાહેરાત કરવામાં આવી છે

યુવકે કારખાનામાંથી કચરાની ચોરી કરી હોવાની આશંકાને લઈને તેને કારખાનેદાર અને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો અને તેને કારણે યુવકનું મોત થયું હતું. પહેલા યુવકને બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હાથમાં લાકડીઓ તથા પાઈપ લઈને બેરહેમી પૂર્વક યુવકને ફટકારવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજા થતા યુવકનું મોત થયું હતું.

ધોળકામાં મંગળવારે રજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને ઢોરમાર માર્યો હતો. તે યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ ‘સિંહ’ લખ્યું હતું, જેના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુકને અનેક વખતે ધમકીઓ પણ આપવામાં આવી હતી. મૌલિક જાધવ નામના યુવકે ફેસબુક પર નામ પાછળ સિહ લગાવ્યું હતું.

આજે, બનાસકાંઠામાં દલિતો પર અત્યાચારની વધુ એક ઘટના બહાર આવી છે. ડીસા તાલુકાનાં સામઢી ગામમાં સામાજીક પ્રસંગે ઢોલ વગાડવાને લઈને મામલો બીચક્યો છે. ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા દલિત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્તને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દલિતો પર થતાં અત્યાચાારને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *