અમદાવાદ માં બૂટલેગરો પર તવાઈ: સરદારનગર અને આજુ બાજુ ના વિસ્તાર માં બોલાવ્યો સપાટો

અમદાવાદના સરદારનગરમાં દારૂનો ધંધો કરતી બે વ્યકિતઓની સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવા છતાં તેમની પ્રવૃતિ નહીં અટકતા પોલીસે બુટલેગરો દ્વારા ઉપયોગમાં લેવાતા અને દારૂડીયાઓ માટેના બનાવાયેલા અલાયદા રૂમ સહિતનું બે માળનું મકાન મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી તોડી પાડયું હતું. આ કામગીરીમાં એક મજૂરને સામાન્ય ઈજા થઈ હતી. શહેરમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા કોઈ બુટલેગરની મિલકત તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. છારાનગર માં રહેતા સુનિતા બાટુંગે અને અનિલ ઘમંડેએ ઘરમાં ગ્રાહકો માટે દારૂ પીવાની વ્યવસ્થા ગોઠવી હતી. શુક્રવારે પોલીસ અને કોર્પોરેશનના સંયુકત ઓપરેશનમાં આ મકાન તોડી પાડવામાં આવ્યું હતુ. કામગીરીમાં 250થી વઘુ લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આખા અમદાવાદમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૃનું વેચાણ થઈ રહ્યુ છે તેમાં પોલીસની મીલિભગત હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા માત્ર તપાસના નાટક કરવામાં આવે છે. જોકે વારંવાર રજૂઆતો અને ફરિયાદો પહોચતા મામલો ખુલ્લો પડી જતા આખરે પોલીસે આ પગલુ લેવુ પડયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *