સાઉદી અરબમાં તમામ મસ્જિદોના લાઉડ સ્પીકર પર અવાજનું લેવલ નકકી કરવામાં આવ્યું છે એટલે કે હવે લાઉ઼઼ડ સ્પિકર પર ખૂબ ઉંચો અવાજ રાખીને નમાજ અદા કરી શકાશે નહી. જો કે સરકારના આ પગલાનો સોશિયલ મીડિયામાં વિરોધ થઇ રહયો છે પરંતુ ઇસ્લામી બાબતોના મંત્રીએ આ પગલાનું સમર્થન કર્યુ છે. હાલમાં જે પણ અવાજ લાઉડ સ્પીકર પરથી પ્રસરે છે તેમાં એક તૃતિયાંશનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલું જ નહી લાઉડ સ્પીકરનો ઉપયોગ માત્ર નમાઝની અજાન પુરતો જ કરવામાં આવે સમગ્ર તકરીરના પ્રસારણ માટે નહી. આ નિયમ અંગે આક્રોશ જોવા મળતો હોય પરંતુ સરકાર મકકમ હોય તેમ જણાય છે.