ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચનારા ચીને બ્રિક્સ શિખર સંમેલન આયોજિત કરવા મુદ્દે ભારતના પેટછૂટા વખાણ કર્યા છે. ચીનના વિદેશમંત્રી વાંગ યી (Wang Yi) એ કહ્યું કે કોવિડ-19 મહામારી છતાં આ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનના આયોજન માટે કરાયેલા ભારતીય પ્રયાસ પ્રશંસનીય છે. વિદેશમંત્રીઓની ઓનલાઈન બેઠકમાં પોતાના સંબોધનમાં વાંગ યીએ કહ્યું કે ‘કોવિડ-19ના પ્રભાવ છતાં બ્રિક્સ અધ્યક્ષ તરીકે ભારતે નિરંતરતા, એકીકરણ અને સહમતિ માટે અંતર બ્રિક્સ સહયોગના વિષય પર ધ્યાન કેન્દ્રીત કરતા પૂરેપૂરી લગનથી કામ કર્યું છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ ત્રણ સ્તંભો પર સહયોગ આગળ વધારવા, બ્રિક્સ તંત્રને મજબૂત કરવા અને બ્રિક્સ સહયોગની ગતિ જાળવી રાખવા માટે સોથી વધુ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે. . આ સાથે જ તેમણે કોરોના મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી.