બ્રાઝીલમાં કોરોના સંક્રમણ ભારત જેટલુ જ આક્રમક હતું. જો કે બીજી લહેરમાં ભારતે બ્રાઝીલને પાછળ રાખી દીધુ છે. પરંતુ અહીં વેકસીનેશનના કારણે સરેના શહેરમાં મૃત્યુનું પ્રમાણ 95 ટકા ઘટયુ છે. ફકત 45 હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં બ્રાઝીલની સરકારે વેકસીનેશનનો મોડેલ પ્રોજેકટ શરૂ કર્યો હતો અને વેકસીન લીધા બાદ કોરોના સંક્રમણમાં 86 ટકાનો ઘટાડો થયો છે અને મૃત્યુમાં 9પ ટકા ઘટયા અહીં ચીનમાં ઉત્પાદીત સીનેવેક વેકસીન આપવામાં આવી હતી.