ગરમીથી છૂટકારો મેળવવા કેવા ફ્રૂટનું સેવન કરવું જોઈએ જાણો ?
નાળિયેર : નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં થયેલી પાણીની ઊણપને દૂર તો કરે જ છે. પણ સાથે સાથે પેટનો દુખાવો , એસિડિટિ અને અલ્સર જેવી સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે, પરંતુ તેને ભૂખ્યા પેટે ન પીવું જોઈએ.
લીંબુ : લીંબુમાં સાઈટ્રિક એસિડ, પ્રાકૃતિક શર્કરા કેલ્શ્યિમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામીન સી હોય છે. ઉનાળાના દિવસોમાં લીંબુની શિકંજી ગરમીથી આપણને તરત જ રાહત પહોંચાડે છે. લીંબુ એસિડિક હોવા છતાં પણ પિત્તનાશક હોય છે.
સંતરા : એક ગ્લાસ સંતરાનો જ્યૂસ તનમનને ઠંડક આપીને થાક તેમ જ તાણ દૂર કરે છે. હૃદય તેમ જ મગજને નવી શક્તિ તેમ જ તાજગીથી ભરી દે છે. સંતરા ડાઈજેસ્ટિવ સિસ્ટમ માટે ટોનિકનું કામ કરે છે.
આંબળા : આંબળાનો મુરબ્બો જો ગરમીમાં રોજ ખાવામાં આવે તો તે ઘણો સ્ફૂર્તિ આપનારો અને મગજને તાકાત આપનાર સાબિત થાય છે. આંબળા એક રીતે તો ગુણોનો ભંડાર છે. તેમાં આયર્ન અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.
તરબૂચ : તરબૂચમાં પાણી તેમ જ ખાંડ ભરપૂર માત્રારમાં હોય છે. જે ઉનાળામાં તમને ડીહાઈડ્રેશનથી દૂર રાખે છે. તે ઉપરાંત તે એસિડીટીમાં પણ આરામ અનેમન અને મગજ બંનેને ઠંડા રાખે છે.
ટેટી : વજન ઘટાડવા અને હૃદયના રોગમાં ટેટીનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. તેના નિયમિત સેવનથી સ્કિન સંબંધિત બીમારીપણ નથી થતી. આ ઉપરાંત તે શરીરની ગરમીને પણ દૂર કરે છે
લીચી : આ ફળ સ્વાદમાં જેટલું અદ્ભૂત છે, તેટલી જ ઝડપે શરીરમાં પાણીની ઘટને પૂરી કરે છે. આ ઉપરાંત તેમાંથી શરીરને ગ્લુકોઝ મળે છે. જેનાથી થાક દૂર થાય છે. અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
દ્રાક્ષ : શરીરને દ્રાક્ષમાં વિટામીન, પોટેશિયમ, સાઈટ્રિક એસિડ, કેલ્શ્યિમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરમાં લોહીની વૃદ્ધિ કરે છે અને નબળાઈ દૂર કરે છે.
કોઠું : ઉનાળામાં કોઠાનું શરબત માત્ર અંદર સુધી ઠંડક અને તાજગી નથી ભરી દેતું. પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યા માટે ફાયદાકારક છે.