દર વર્ષે મે મહિનામાં કાળજાળ ગરમીનાં કારણે માતાજીનો ડુંગર કાળો ભમ્મર દેખાતો હોય છે. માંડ ગણ્યાં ગાઠ્યાં વૃક્ષો જ લીલા હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને તાઉતે વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદના કારણે ચામુંડા માતાજીનો ડુંગર જુલાઈને બદલે મે મહિનામાં જ બે મહિના અગાઉ જ લીલોછમ થઈ ગયો છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થતી હોય છે. ચામુંડા માતાજીનાં ડુંગરાની વનરાઈઓ લીલી ઘનઘોર થતી હોય છે. પરંતુ આ વર્ષે 25 એપ્રિલ દરમ્યાન ત્રણ-ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો ત્યાર બાદ 18 મેં દરમિયાન તાઉતે વાવાઝોડાનાં કારણે કમોસમી 4-5 દિવસ વરસાદ પડ્યો. પરિણામે ડુંગર બે મહિના પહેલા જ લીલોછમ થઈ ગયો છે. પરંતુ હાલ કોરોના જેવી મહામારીનાં કારણે માતાજીનું મંદિર માઈ ભકતો માટે દર્શન કરવાં માટે ડુંગર ટ્રસ્ટ દ્વારા બંધ રખાયું છે.