ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ફરી એક વાર 2 લાખથી વધારે કેસો આવ્યા છે. જ્યારે 3842 લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 2.08 લાખ નવા કેસ આવ્યા હતા અને 4157 દર્દીઓના જીવ ગયા હતા. ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા 2 કરોડ 73 લાખ 67 હજાર 935 થઈ ગઈ છે. જ્યારે 3 લાખ 15 હજાર 263 લોકોએ પોતાનો જીવ પણ ખોયો છે. આંકડા અનુસાર જોઈએ તો, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 82 હજાર 715 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 2 કરોડ 46 લાખ 26 હજાર 14 થઈ ગઈ છે. આ સાથે જ દેશભરમા એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને દેશભરમાં 2,42,6658 લોકોની સારવાર ચાલી રહી છે.