ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અભી ફાસ્ટફૂડની લારીના સંચાલકે પોતાના જ કારીગરોને તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસ દરમિયાન અગાઉના ઝઘડાની રીસ રાખી હત્યા કરાય હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર શહેરના ડી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક નજીક પાસે એક યુવાનની બે શખ્સોએ બોલાચાલી કરી આડેધડ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ હત્યારાઓની ડી ડીવીઝન પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી છે. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મફતનગરમા રહેતાં રમેશ સોલંકીના યુવાન પુત્ર પરેશ જે થોડા સમય પૂર્વ કુંભારવાડા વિસ્તારમાં આવેલ મયુર સોલંકી નામના શખ્સની અભી ફાસ્ટફૂડની લારી પર કામ કરતો હતો જેમાં પરેશને મયુર સાથે કોઈ બાબતે ઝઘડો થતાં તેણે કામ છોડી દીધું હતું.