આજે સાંજે ૪.૧૨ વાગ્યે વલસાડથી ૫૩ કિ.મી. પૂર્વ દિશામાં મોડારસુંબા-ધોલપણી ગામ વચ્ચે વાણિયાવાડા નજીક ૩.૧ની તીવ્રતાનો અને આજે બપોર બાદ ૨.૪૧ વાગ્યે માંગરોળથી ૫૬ કિ.મી. દૂર દરિયામાં જમીનની સપાટીથી માત્ર ૨૭૦૦ મીટરની ઉંડાઈએ ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. માંગરોળમાં એક વર્ષ પહેલા તા.૯-૫-૨૦૨૦ના દરિયામાં આ સ્થળ નજીક ૪.૦ની તીવ્રતાનો અને તે પહેલા તા.૨૭-૮-૨૦૧૬ના પણ આ જ સ્થળ નજીક, દરિયામાં ૪.૪ની પ્રચંડ તીવ્રતાનો ભૂકંપથી સૌરાષ્ટ્રની ધરતી ધુ્રજી ઉઠી હતી.