વિશ્વની સૌથી મોટી ફેશન લક્ઝરી ગુડ્સ કંપની LVMHનાં માલિક બર્નાર્ડ અરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેઓએ વિશ્વનાં સૌથી મોટા ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પછાડીને સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ અનુસાર બર્નાર્ડ અરનોલ્ટની કુલ સંપત્તિ 186.2 અબજ ડોલર એટલે કે આશરે 13.28 લાખ કરોડ રૂપિયા છે. બર્નાર્ડ અરનોલ્ટએ ગયા મહિને પોતાના પરિવાર દ્વારા નિયંત્રિત ફ્રેન્ચ લેવલ બ્રાન્ડ કંપનીના શેરનું 538 મિલિયન ડોલરમાં અધિગ્રહણ કર્યું છે. આ વર્ષે અત્યાર સુધી બર્નાર્ડ અરનોલ્ટની સંપત્તિમાં સૌથી વધુ 72 અબજ ડોલરનો ઉછાળો નોંધાયો છે જેનાથી તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.