મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે ભાગેડૂ વેપારી મેહુલ ચોકસી ગાયબ થઈ ગયો છે. ત્યાર બાદ એંટીગુઆ પોલીસે કૌભાંડીને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે. એંટીગુઆના સ્થાનિક રિપોર્ટમાં કહેવાયુ છે કે ચોકસી સોમવારે દ્વિપના દક્ષિણી ભાગમાં એક ખ્યાતનામ રેસ્ટોરંટમાં ડિનર કરવા માટે ઘરેથી નિકળ્યા બાદ દેખાયો નથી. 4 જાન્યુઆરી, 2018 ના રોજ તે એન્ટિગુઆ ભાગી છૂટયો તે પહેલાં, તેના પર પંજાબ નેશનલ બેંક ની 13હજાર, 578 કરોડની છેતરપિંડી સહિત 7,080 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. પીએનબી છેતરપિંડી કેસમાં ચોક્સી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરાયું છે. 2017 માં એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા તેણે લીધી હતી. જે બાદ થોડા મહિના પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું.