દેશના મોટા 20 રાજ્યોમાં રસીકરણ પાછળ કુલ 3.7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચ જૂન સુધી રાજ્યોમાં થનારા લોકડાઉનથી 5.5 લાખ કરોડ રૂપિયાના સંભવિત આર્થિક નુકશાનથી ઓછું હશે. આમ દેશના મોટા 20 રાજ્યોને રસીકરણનો ખર્ચ 3.7 લાખ કરોડ આવી શકે છે. જો કે વધુ જનસંખ્યા ધરાવતા ગરીબ રાજ્યો ઝડપથી રસીકરણ નહીં કરી શકે. સમૃદ્ધ રાજ્યો વૈશ્વિક બજારમાંથી મોંઘા ભાવે વેક્સીન ખરીદેને રસીકરણ કરી શકે છે. યુનિસેફ અનુસાર ભારતે 28 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે તેમજ અન્ય વિકલ્પોની તપાસ ચાલુ છે.