મકાનની છત પડતા પિતાનું મોત, શુક્રવારે દીકરીના લગ્ન હતા

ગુજરાતમાં આણંદ માં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે વરસતા વરસાદમાં ચમારા ગામના બોરિયા વિસ્તારમાં મકાનની છત તૂટી જતાં પુરુષનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્નીને માથાના ભાગમાં સામાન્ય ઇજા થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. પરિવાર ઘરમાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જોકે, કરુણ દુર્ઘટના એ છે કે, આ વ્યક્તિની દીકરીના શુક્રવારે લગ્ન હતા. પરંતુ પિતાનું જ નિધન થતાં લગ્ન બંધ રાખવા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *