વિજય રુપાણી આવતીકાલે ફરીથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, રુબરુ મુલાકાત પણ લેશે

મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાયુસેનાના હેલિકોપ્ટરમાં બેસી ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાને કારણે થયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે પછી વાવાઝોડાને કારણે થયેલા નુકસાન અંગે વડાપ્રધાન મોદીએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સાંજ પડતા પડતા એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે મુખ્યમંત્રી વિજય રુપાણી ફરી હવાઈ નિરીક્ષણ અને રુબરુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *