ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. અઢી લાખથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસીએશને ત્રીજી લહેરને લઈ ખુબ ચિંતાનો વિષય છે. આઈએમએના પ્રમુખ ડો. જે.એ. જયલાલે સરકારને મોટીસંખ્યાને આવરી લઈને વેક્સિનેશનની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે તેના માટે કેન્દ્રએ વધુમાં વધુ સંખ્યામાં રસીનો પુરવઠો ખરીદવાનો રહેશે. ત્રીજી લહેરથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ જ છે. રસીકરણ પર ભાર નહીં મુકીએ તો ત્રીજી લહેરનો સામનો કરવા વધુ જોખમી સાબિત થઈ શકે છે.
કોરોનાના કહેરમાંથી લોકોને ઉગારવા માટે લોકોને રસી ડોઝ લેવા માટે છ માસ સુધી રાહ જોવડાવવાનું ખતરનાક સાબિત થઈ શકે છે. રસીકરણ અભિયાનને વધુ મજબુત બનાવીએતો આપણે નિકટના ભવિષ્યમાં કોરોના મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીશું. દેશમાં અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશનની સંખ્યા 18.58 કરોડને પાર થઈ ચૂકી છે.