કોરોના વાયરસએ દેશમાં કોઈને બાકી રાખ્યાં નથી. કોરોના મહામારીના કારણે આ વર્ષે જૂન માસમાં શ્રીલંકામાં રમાનાર એશિયા કપ ટુર્નામેન્ટને રદ કરી દેવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધીકારી દ્રારા આ અગેની માહિતી જારી કરવામાં આવી છે.
આ વર્ષે જૂન માસમાં એશિયા કપ ટુર્નામેન્ટનુ આયોજન કરી શકાય. તેમણે કહ્યુ કે હવે એશિયા કપને આગામી 2023 ના વિશ્વ કપ બાદ જ તેનુ આયોજન કરી શકાશે. કારણ કે આગળના બે વર્ષ સુધીના તમામ ટીમોના કાર્યક્રમ પહેલાથી જ નક્કી થઇ ચુક્યા છે. ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ માટે ઇંગ્લેંડ પ્રવાસે જૂન માસમાં જવાનુ નિશ્વિત હતુ. કોરોના કાળમાં ક્વોરન્ટાઇન જેવી પ્રક્રિયાઓ સહિતને લઇને ટીમ ઇન્ડીયાની મુખ્ય ટીમ નુ એશિયા કપમાં ભાગ લેવો મુશ્કેલ હતો.