નેશનલ સિક્યોરિટી ગાર્ડના ભૂતપુર્વ ચીફ આઈપીએસ અધિકારી જ્યોતિ કૃષ્ણ દત્તનું બુધવારે ગુડગાંવમાં નિધન થયું છે. કોરોના સંક્રમિત થયા હતા. જેકે દત્તે વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા સામે ઓપરેશનનું નૈતૃત્વ કર્યું હતું. આ ઓપરેશનને બ્લેક ટોરનેડો નામ આપવામાં આવ્યું હતું. ઓગસ્ટ,2006થી ફેબ્રુઆરી,2009 સુધી એનએસજીમાં આવ્યા તે અગાઉ તેઓ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર હતા. તેઓ બંગાળ કેડરથી 1971 બેંચના આઈપીએસ અધિકારી હતા. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે ઓપરેશન બ્લેક ટોરનેડો ચલાવ્યું હતું. 100 વર્ષ જૂની તાજ હોટેલમાં આતંકવાદીઓએ અનેક લોકોને બંધક બનાવ્યા હતા. જ્યોતિ કૃષ્ણ દત્ત જ એનએસજીના ડિરેક્ટર જનરલ હતા.