દેશભરમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. મૃત્યુ આંક હજુ 4500 કે તેની આસપાસ છે. અને ઘટતા કેસ વચ્ચે વધતા મૃત્યુ એ ચિંતાનું કારણ છે. સરકાર દ્વારા રચાયેલ નિષ્ણાંતોની પેનલે તેમના એક સાયન્ટીફીક મોડેલ પરથી આગાહી કરી છે કે કોરોનાની આ બીજી લહેર જુલાઈમાં ખત્મ થશે અથવા પોઝીટીવ કેસ સાવ ઘટી જશે પરંતુ ત્રીજી લહેરની સ્થિતિ બનશે અને 2022ના પ્રારંભમાં એટલે કે જુલાઈના છ થી આઠ માસમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.