તાઉ-તે વાવાઝોડના પગલે રાજ્યના 2 હજાર 273 ગામમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાનાં કારણે 4 હજાર 231 ગામડાઓમાં વીજ પુરવઠો ખૌરવાયો હતો. જે પૈકી 1 હજાર 958 ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. રાજ્યના 3 હજાર 502 ગામડાઓમાં ફીડર, 1 હજાર 77 વીજ પોલ અને 25 ટ્રાસમીટર બંધ હાલતમાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાજોડાની તીવ્ર અસરને કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં વરસાદી માહોલમાં વીજતંત્ર દોડતું રહ્યું હતું. આજે એગ્રીકલ્ચરના ૫૫૨ સહિત કુલ ૫૯૭ ફિડર ફોલ્ટમાં ગયા હતાં. ૨૦૩ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ૯૫ વીજપોલ ધરાશાયી થયા હતાં.