તાઉ તે તોફાનને લઈ જહાજ બાર્જ P305 મુંબઈ હાઈમાં ફસાયું

સોમવારે જ્યારે તાઉ તે તોફાન મુંબઈમાંથી પસાર થયુ તે સમયે એક જહાજ બાર્જ P305 મુંબઈ હાઈમાં ફસાઈ ગયુ હતું. આ જહાજમાં કુલ 273 લોકો સવાર હતા. ત્યારે હવે આ જહાજ ડૂબી ગયુ હોવાના સમાચાર આવી રહ્યા છે. અહીં મોટા પાયે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં 146 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે, આ જહાજમાં સવાર બાકીના 171 લોકો હજૂ પણ ગાયબ હોવાની ખબર આવી રહી છે.બોમ્બે હાઈ પર શોધખોળ અભિયાન ચાલુ છે. ખરાબ હવામાનના કારણે બચાવ કાર્ય કરવામાં મોટી તકલીફ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *