નકલી નોટના રેકેટનો પર્દાફાશ, પોલીસે કરી ૨ શખ્સની ધરપકડ

સુરતની અમરોલી પોલીસે બિહારના પટનાથી નકલી નોટની ડિલીવરી આપવા બે ઈસમોની ધરપકડ કરી નકલી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકાડયેલા જગદીશ અને મહંમદ સૌરુલ નામના આરોપીઓ પાસેથી પોલીસે નકલી ચલણી નોટ ઝડપી પાડી છે.

પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપી જગદીશ પાસેથી પોલીસને ૫૦૦ના દરની ૮૦ નોટ અને ૫૦ના દરની ૩૦ નોટ મળી આવી હતી.તથા બીજા આરોપી મહંમદ સૌરુલ પાસેથી પોલીસને ૫૦૦ના દરની ૨૫૧ નોટ અને ૧૦૦ના દરની ૩ નોટ તથા ૫૦ના દરની ૧૫ અને ૨૦૦ના દરની ૧ નકલી નોટ સહિત કુલ ૩૪૪ નકલી નોટ સાથે ૧ લાખ ૬૦ હજાર ૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

સુરત પોલીસને મુખ્ય તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, આ આરોપીઓ ચોકબજારમાં રહેતા નાગેન્દ્ર નામના ઈસમને આ નકલી નોટો ૨૦ ટકા એ આપતા હતા અને નાગેન્દ્ર આ નકલી નોટ ૪૦ ટકાએ આગળની વ્યક્તિને આપતો હતો. ઉલ્લેખનીય છે કે, નાગેન્દ્ર પણ બિહારના જમુબજાર તાલુકાના સિવાન જિલ્લાનો નિવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે નકલી નોટનો આ કારોબાર છેક બિહાર સુધી પથરાયેલો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઇએ કે,અમરોલી પોલીસને બાતમી મળી હતી કે, બે ઈસમો બિહારના પટનાથી નકલી નોટ લઈને સુરત બજારમાં વટાવવા આવી રહ્યાં છે. અને નકલી નોટ આપવા આવેલા ઈસમોને પોલીસે જથ્થા બંધ નોટ સાથે પકડી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *