સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગથી એક આધેડનું મોત થતાં લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાવા પામી છે. પાટડીના 58 વર્ષીય આધેડનું કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસિસના રોગથી મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.કોરોનાની બીજી ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી હાહાકાર મચાવ્યો છે. ગ્રામ્ય પથંકના કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે, ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઇવીંગની નોકરી કરતા 58 વર્ષીય આધેડ અરજણ ઠાકોરને 10 દિવસ અગાઉ કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા.