દેશમાં પ્રી-મોન્સુન એકટીવીટી શરૂ થઈ છે અને એક તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારા ક્ષેત્ર ભણી આગળ વધી રહ્યું છે. તો દક્ષિણ પૂર્વ અરેબીયન સમુદ્રમાં તથા તેની આસપાસ લક્ષ્યદ્વીપમાં વાવાઝોડું મજબૂત બનતા તેની અસર હેઠળ કેરળમાં આજે અને આવતીકાલે ચોમાસા પૂર્વેનો ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે.
રાષ્ટ્રીય વેધર એજન્સીના જણાવ્યા મુજબ દક્ષિણ પૂર્વ અરેબીયન સમુદ્ર અને લક્ષ્યદ્વીપ નજીક જે નીચા દબાણની સ્થિતિ બની છે તો તા.16 સુધીમાં વધુ મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આવતીકાલથી આ ક્ષેત્રમાં પવનની ગતિ વધીને 40-50 કીમીની તા.15ના સાંજ સુધીમાં 70 કીમી પ્રતિ કલાક થઈ શકે છે અને તે તા.16ના રોજ 80 કી.મી. પ્રતિ કલાક નોંધાશે તેથી કેરાળામાં દરિયા કિનારાના ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરેલ છે. વાવાઝોડુ “તાઉકે” સૌરાષ્ટ્ર ભણી આવશે તેની હવે અસર દેખાવા લાગી છે અને આજે સવારથી જ સૌરાષ્ટ્ર સહિતના ક્ષેત્રમાં વાદળોનું વાતાવરણ છે. અને ઉષ્ણતામાનનો પારો નીચો ગયો છે. ગુજરાતમાં પણ આ અંગે સરકારે અસરગ્રસ્ત જીલ્લાઓને એલર્ટ કરી દીધા છે.