ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ કરી દેવામાં આવી રહ્યા છે. પાટણ, વલસાડ, આણંદ, અરવલ્લીમાં 7થી 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરેલ છે. માત્ર દૂધ, દવા, કરિયાણું અને શાકભાજી સિવાય બધું બંધ રહેશે. કોરોનાની મહામારીમાં ડોક્ટર, વેપારી એસોસિયેશન, જનતા સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનની માગ કરી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈપણ નિર્ણય લેવામાં આવતો નથી, એટલે હવે ગુજરાત જાતે જ ધીરે-ધીરે સ્વૈચ્છિક લોકડાઉન તરફ લોકો આગળ વધી રહ્યા છે.
હાલમાં ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગના વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં બપોર બાદ વેપારીઓ મોટા ભાગના વિસ્તાર માં ધંધા બની કરી નાખે છે. અનેક જિલ્લાઓમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓનું જોઈને અન્ય જિલ્લાના વેપારીઓ પણ પોતાના વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની તૈયારીમાં છે. કોરોનાની ગંભીર ચેનને તોડવા માટે જનતા દ્વારા અનેકવાર સરકારને લોકડાઉન કરવાની માગ કરી રહ્યાં છે, પરંતુ કોઇ નિર્ણય ન લેવાતાં હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા છે.