નાસિકની ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક

કોરોના મહામારીથી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે કોરોનાના વધતા જતા ચેપ વચ્ચે હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન, રેમડેસિવિર, વેન્ટિલેટરની સતત તંગી છે. દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યાં દર્દીઓને માટે ઓક્સિજન મળી નથી રહ્યું.

ત્યાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે મહારાષ્ટ્રના નાસિકમાં ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટેન્કર લિક થવાને કારણે ઓક્સિજનનો મોટો જથ્થો વ્યર્થ થયો છે. થોડા સમય પહેલા ઓક્સિજન ટાંકીમાંથી અચાનક ઓક્સિજન લિક થવાનું શરૂ થયું હતું. અચાનક, સમગ્ર હોસ્પિટલના પરિસરમાં ધુમાડો દેખાવા લાગ્યો.

પહેલા લોકોએ વિચાર્યું કે આગ લાગી છે. આ અંગે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. કેટલાક લોકોએ પોલીસને માહિતી આપી હતી. મહત્વનું એ છે કે હોસ્પિટલમાં 171 દર્દીઓને બીજે રીફર કરવામાં આવી રહ્યા છે. અને 11 લોકોના મોત થયા છે. મહાપાલિકાની બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. કોરોના યુગમાં, જ્યારે દેશ અને મહારાષ્ટ્ર ઓક્સિજનના અભાવના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. સમયસર ઓક્સિજનના અભાવને કારણે ઘણા લોકો મુત્યુ પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *