•કોરોનાનો ચેપ લાગ્યા પછી કરેલા અનુભવમાંથી ફાઉન્ડેશનના સ્થાપકે સેવા શરૂ કરી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને ઘેર બેઠાં ટિફિન સર્વિસ આપીને માનવ સેવાના કાર્ય હાથ ધર્યા છે. શરણમ્ ફાઉન્ડેશન શહેરના 15થી વધુ વિસ્તારોમાં એપ્રિલથી દરરોજ 1100 લોકોને ટિફિન આપે છે. કોરોના પોઝિટિવ હોય તેવા હોમ ક્વોરન્ટાઈન પેશન્ટોને પૂરતી ટિફિન સેવા મર્યાદિત છે. ભોજનનો તમામ ખર્ચ પલક પટેલ કરે છે તેમને જણાવ્યું હતુ કે, એક સમયે કોરોનાના પેશન્ટ બન્યા પછી અનુભવ્યુ હતું કે, ઘણા દર્દીઓ એવા હશે કે જેમને ભોજનની પૂરતી સુવિધા મળતી નહીં હોય. તેમને ટિફિન પહોંચાડતાં પણ ઘણાં લોકો ડરતા હશે. આ સ્થિતિમાં માનવ સેવા એજ પ્રભુ સેવા ધ્યાનમાં રાખીને આ ટિફિન સેવા શરૂ કરી છે. 1 એપ્રિલથી અત્યાર સુધીમાં દરરોજ આશરે 1100થી વધુ ટિફિન પહોંચાડાય છે. આ ટિફિન સેવા નિ:શુલ્ક અથવા તો દર્દી ઈચ્છે તે ફાળો આપી શકે છે. આ ટિફિન સેવા માટેના ભોજન પાછળ પ્રતિમાસનો તમામ ખર્ચ પલક પટેલ કરે છે. શરણમ ફાઉન્ડેશન મણિનગર, ઘોડાસર, ઈસનપુર, કાંકરિયા, સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, વાસણા, જીવરાજપાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, ગુરુકુળ, આંબાવાડી, નારણપુરા, નવરંગપુરા જેવા વિસ્તારમાં સેવા આપે છે. એવા જ ગુરુકૃપા ફાઉન્ડેશન પણ નારણપુરા, ઘાટલોડિયા, ગોતા, સોલા, નિર્ણયનગર, જોધપુર અને બોપલમાં કોરોનાના 450 દર્દીને ટિફિનની સેવા આપે છે.