સિવિલમાં અત્યારે 12 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત થતાં તેમની સારવાર ચાલી રહી છે. નવજાત બાળકો પર કોરોનાની અસર જલદી થાય છે. બાળરોગ નિષ્ણાત દ્વારા સારવાર અપાઇ રહી છે. 12 બાળકો અને બે બાળકોની પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.
કોરોનાના કારણે બાળકોના મોત થયા હોય તેવા બનાવ પણ બન્યા છે. જેમાં અમરાઇવાડીની બે વર્ષની બાળકીનું 23મી એપ્રિલના રોજ, પાંચમી એપ્રિલે ચાંદલોડિયામાં રહેતા આઠ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યુ, મેમનગરમાં રહેતી સાત વર્ષીય બાળકીનું ત્રણ એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.
નાનાં બાળકો ધરાવતા પરિવારોએ સાવચેત રહેવું જરૂરી છે.
કોરોનાના નવાં સ્ટ્રેઇનમાં નાનાં બાળકોમાં મુખ્ય લક્ષણ ઝાડા-ઉલટી, અશક્તિના કારણે બાળક વધુ રડે, સ્વભાવ ચીડયો, શરદી-ખાંસી જેવા છે. શરદી-ખાંસીની સામાન્ય અસર હોય તો પણ માતા-પિતા તરત કાળજી લેવી જરૂરી છે. નાનાં બાળકોને મોટેભાગે પરિવારજનોમાંથી ચેપ લાગે છે. તેથી પરિવારજનો બહારથી આવે ત્યારે યોગ્ય રીતે સ્વચ્છ થઇ બાળકને અડકે તે જરૂરી છે. બાળકોને એકથી દસ વર્ષ દરમિયાન વિવિધ રસીઓ અપાતી હોવાથી આ રસીઓ તેમને સાજા થવામાં અમુક અંશે મદદ કરે છે.