PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક, કોરોનાની સ્થિતિના પગલાં લેવા માટે ચર્ચા.

દેશમાં વધતાં રહેતા કોરોના સંક્રમણ બાદ સરકાર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અધ્યક્ષતામાં મંગળવારે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનોની સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં માહિતી પ્રાપ્ત થયા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે વધતી કોરોના અને રસીકરણની ચર્ચા પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી. વડા પ્રધાન મોદીએ કોરોના ચેપને રોકવા માટે પાંચ રણનીતિની એટલે કે પરીક્ષણ, ટ્રેસિંગ, સારવાર, યોગ્ય કોવિડ અને રસીકરણની જરૂર જણાવી છે અને વધુ કેસો આવી રહ્યા છે તેવા રાજ્યોમાં કેન્દ્રીય ટીમો મોકલવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *