અમદાવાદમાં રૂપિયા 13,860 કરોડનું કાળુંનાણા સાથે સીઅેની ઠગાઈમાં ધરપકડ

અમદાવાદમાં નવરંગપુરા પોલીસે CA તહેમુલ સેઠનાની ધરપકડ કરી છે. સેઠનાની પત્નીએ જ પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. સેઠનાએ ટ્રસ્ટને નામે રૂા. 1૩.8 કરોડની ઉતાપત કરી હતી. CA તાહેમુલ શેઠનાની ધરપકડ જૂના છેતરપિંડીના કેસમાં કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તહેમૂલ સેઠના મહેશ શાહના CA છે જેમણે રૂા. 13860 કરોડનું કાળુનાણું જાહેર કરી સનસની ફેલાવી દીધી હતી.

સાઉથ ઈન્ડિયન બેન્કના જોઈન્ટ એકાઉન્ટમાંથી પત્નીની જાણ બહાર 80 લાખ રૂપિયા અને ડિમેટ એકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શેઠનાના પત્નીએ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પતિ સામે નોંધાવી છે. આ મુદ્દે તહેમૂલ શેઠનાની આગોતરા જામીનની અરજી પણ રદ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *