ગુજરાતમાં લોકડાઉન અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાને સંબોધન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ભારપૂર્વકની ખાતરી આપતા કહ્યું છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવવાનું નથી.તેઓ એ ફેઈસ બુકના માધ્યમથી રાજ્યના તમામ નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં જણાવ્યુ કે લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જ જરૂર નથી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સમગ્ર નાગરિકોને કોરોના સંક્રમણ ની હાલ ની સ્થિતિમાં સાવચેતી , સલામતિ અને સતર્કતા રાખીને , રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા કડક પગલાંઓમાં સહયોગ આપવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *