આજકાલ સોશીયલ મેડીયા નો ઉપયોગ વધ્યો છે. અને લોકો બહુ જલ્દી થી ફ્રેન્ડ્સ બનાવતા થયા છે.લોકો સોશિયલ મીડિયાના દુરઉપયોગ કરતા લોકોની જાળમાં ફસાઈને છેતરાતા પણ હોય છે. હવે સોશીયલ મીડીયા પર આજાણી મહિલા ઓ ને મિત્ર બનાવતા પહેલા ચેતી જજો. અમદાવાદ માં હની ટ્રેપ ગેંગ સક્રીય થઈ છે.જે પોતાની જાળ માં ફસાવી ને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવે છે.આવી મહિલા ઓ સારું કમાતા યુવકો ને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લે છે. રૂપિયા પાડવા માટે રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપે છે. આ બાબતે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ૪ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.