ગુજરાત ના ચરોતર નો મુખ્ય પાક તમાકુ છે. તમાકુની ખેતી કરતાં ખેડૂત પાક તેયાર થઇ ગયા પછી પાક સમયસર ન વેચાવાને કારણે સતત પરેશાન રહેતા હતા. નડીયાદ APMC એ નિર્ણય કર્યો છે કે હવે તે ધાન્ય, ફળ, ફૂલ શાકભાજીના પાક પછી હવે તમાકુની ખરીદી કરશે કારણ કે ખેડૂતો ને પાક વેચવા માં ખૂબ તકલીફ પડતી હતી.ખાનગી વેપારીઓ સસ્તા ભાવ માં માલ ખરીદી લેતા હતા અને ખેડૂતો નું શોષણ થતું હતું. કોઈ પણ જીલ્લાના ખેડૂત નડિયાદ ખાતે પોતાની તમાકુ વેચી શકશે.નડીયાદ APMCના નિર્ણયથી ખેડૂતો ખુશ થઈ ગયા છે.