સુરત માં કારોના ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અત્યારે સ્થિતી ચિંતાજનક બની ગઈ છે.આવા સમયે ટ્યુશન ક્લાસ અને સ્કૂલ શરૂ હોવાથી વિદ્યાર્થીઓમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે આ પરિસ્થિતી માં સ્કૂલવાળા વાલીઓ પાસેથી બાંહેધરી પત્ર લખાવી રહ્યાં છે. વાલી ઓ ચિંતા માં છે કે કંઇ થાય તો જવાબદાર કોણ? વાલીઓ આ સ્થિતિ પાછળ સરકાર જવાબદાર હોવાનું કહી રહ્યાં છે.લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે રાજકીય પાર્ટી માટે કોરોના નડતો નથી, તો શું સામાન્ય લોકો માટે જ કોરોનાના નિયમો હોય છે?