સ્વિઝરલેન્ડની સંસ્થા આઈક્યૂએરની રેટિંગમાં ભારત નું પાટનગર દિલ્હી દુનિયાની ૫૦ રાજધાનીઓમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. સતત બીજી વાર દિલ્હીને દુનિયાની સૌથી વધારે પ્રદૂષિત રાજધાની ગણાવવામાં આવી છે.ભારતમાં દર વર્ષે ૧૨ લાખ લોકોના મોત હવા ના પ્રદૂષણ થી થાય છે.આના આ કારણસર દેશની જીડીપીમાં ૩% નુકસાન થાય છે. આની પાછળ ગાડીનો ધૂમાડો, પરાળી, ર્ફોસિલ ફ્યૂલ અને ઈન્ડસ્ટ્રી માં થી નીકળતા ધૂમાડા પ્રદૂષણને જવાબદાર ગણાય છે.આઈક્યૂએરની ૨૦૨૦ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં ૧૦૬ દેશો ના પ્રદૂષણના સ્તરનો ડેટા ની તપાસ કરવા માં આવી. જેમાં , દુનિયાના સૌથી વધારે ૫૦ પ્રદૂષિત શહેરોમાં 35 ભારતમાં છે. જેમાં દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર અને દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે.