કોરોના ના વધતાં જતાં કેસ ને ધ્યાન માં રાખી ને હવે રાત્રી કરફ્યુ ની મુદત વધારી દેવાઈ છે.તે ઉપરાત કોરોના ના કહેર ને કાબૂ માં કરવા માટે બીજા અન્ય પગલાં પણ લેવા માં આવ્યા છે. અમદાવાદ શહેરોના તમામ બગીચા, કાંકરીયા લેક અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવા માં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ નગરપાલીકા એ રેસ્ટોરા, હોટલ, લારી-ગલ્લા વગેરે અગાઉ થી બંધ કરી જ દીધું છે. અમદાવાદ નગરપાલીકાની હદમાં કોઇપણ પ્રકારના ધાર્મીક કે રાજકીય કાર્યક્રમો યોજીનહીં શકાશે. મ્યુનિસીપલ કમિશ્નર તથા જીલ્લા કલેકટરને જે કોઇ પ્રતિબંધાત્મક આદેશો જરૂરી લાગશે તો તે આદેશ ને અમલી બનાવા ની સત્તા પણ આપવા માં આવી છે.અમદાવાદ ની શાળા કોલેજો માં વિધ્યાર્થી માં કોરોના પોઝીટીવ મળ્યા હોવાથી શાળા કોલેજો બંધ કરવામાં આવ્યા છે.