બેન્ક કર્મચારી ઑ ની યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન અંતર્ગત હડતાલ યોજાઇ રહી છે. હડતાળ છેલ્લા ૨ દિવસ થી ચાલી રહી છે તેથી કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર ઉપર અસર પડી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે ખાતરી આપતા કહ્યું કે . બેંકોના તમામ કર્મચારીઓના હિતોનું રક્ષણ માટે દેશની તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. બેન્કના ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત અન્ય નિર્ણયોના વિરોધમાં બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર છે ત્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ નિવેદન આપ્યું. બે સરકારી બેંકોના ખાનગીકરણ કરવાનો નિર્ણય ઇરાદાપૂર્વકનો નિર્ણય છે અને આમાં કોઈ ઉતાવળ નથી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ખાતરી આપી કે બેંકોના હાલના તમામ કર્મચારીઓના હિતોને સુરક્ષિત કરવામાં આવશે.