આગામી એપ્રીલ મહિનાથી નવું આર્થીક વર્ષ શરૂ થાય છે. આ નવા શરૂ થતાં વર્ષ માં કેટલીક બાબતો નો ખ્યાલ રાખવો ખૂબા જ જરૂરી છે. જો તમારૂ ખાતું મર્જ થયેલી આ ૭ બેન્ક માં હશે તો બેંકોની ચેકબૂક અને પાસબૂક ઈનવેલિડ થઈ જશે. આ બેંકોના નામ (૧) દેના બેંક (૨) કોર્પોરેશન બેંક (૩) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (૪) વિજયા બેંક (૫) આંધ્રા બેંક (૬) અલ્હાબાદ બેંક અને (૭) યુનાઈટેડ બેંક નો સમાવેશ થાય છે. અન્ય બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર, IFSC, MICR , કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા છે. બેંકના ગ્રાહકો જૂની ચેકબૂક, પાસબૂકથી માત્ર ૩૧ માર્ચ સુધી જ કામ ચલાવી શકશે. ૧ એપ્રિલથી નવી ચેકબૂક, પાસબૂક જ માન્ય રહેશે.નવી ચેકબૂક, પાસબૂક મળ્યા બાદ અલગ-અલગ ફાઈનાન્સ ઈન્સ્ટ્રુમેન્ટમાં , જરુરી વિભાગોમાં માહિતી આપવી જરૂરી છે. આ સિવાય બેન્ક માં જઇ ને અન્ય વિગતો મેળવી લેવી.