દેશ માં અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, અને સાથે-સાથે સૌ પ્રથમવાર કાશ્મીરમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ ની નાબુદી પછી દેશની આઝાદી બાદ સૌ પ્રથમવાર લહેરાતો તિરંગો જોવા માલ્યો છે , આ પરથી લોકોનો ભારત પ્રત્યેનું હકારાત્મક વલણ સ્પષ્ટ જોવા માળે છે. કાશ્મીરમાં બદલાતી માનસિકતા અને મુખ્ય ધારામાં તેના સામેલ થવાનો સંકેત મળી ગયા છે . શુક્રવારે કાશ્મીર વિશ્ર્વ વિદ્યાલયમાં જે ઘટના બની તે કાશ્મીરના જાણકારો માટે પુરી રીતે અસામાન્ય છે.