મહારાષ્ટ્ર માં કોરોના ના કેસો ચિંતાજનક વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ આ બાબત ને લઈ ને ખુબા જ ચિંતીત છે. સરકારે અપીલ કરી છે કે વધતાં જતાં સંક્રમણ ને હળવાશ થી ના જ લેવા જોઈ એ . કોરોના થી બચવા કોરોના ગાઈડ લાઇન ને અનુસરવું જોઈએ . મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતાં નાગપુરમાં ૧૫થી ૨૧ માર્ચ સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. વધતાં જતાં કોરોના સંક્રમણે તંત્ર ને દોડતું કરી દીધું છે. લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. ગુજરાત સહીત ભારત ના ઘણા રાજ્યો માં પણ કોરોના કેસ માં વધારો થતો જોવા મળ્યો છે.