પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે અને ચૂંટણી પ્રચાર પણ શરૂ થઇ ગયો છે . આજે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક દુર્ઘટના ઘટી અને આ ઘટના નો ભોગ તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી બન્યા છે. આજે નંદીગ્રામમાં મમતા બેનર્જી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી .તેઓ એ કહ્યું કે હું મારા કાર ની બહારે ઊભી હતી અને કાર નો દરવાજો ખુલ્લો હતો. તે દરમ્યાન કેટલાક લોકો મારી કાર પાસે આવ્યા હતાં અને તેમણે મારી કારના દરવાજાને ધક્કો મારતા, દરવાજો મારા પગ સાથે અથડાતાં પગ ને ઇજા થઈ છે , જેના કારણે સોજો આવી ગયો છે. તેમણે વધુ માં કહ્યું કે , આ ઘટના સમયે કોઈ પણ સ્થાનીક પોલીસ વાળો હાજર ન હતો .આ ઘટના બાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા અને તાત્કાલિક કોલકાતા જવા રવાના થઇ ગયા. સૌથી આશ્ચર્ય જનક બાબત તો એ છે કે મમતા બેનર્જી ને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હોવા છતાં આ ઘટના બની છે . મમતા બેનર્જીએ આ હુમલો ઈરાદા પૂર્વક થયો હોવાનું જણાવ્યુ છે. અને તેઓ વિજયવર્ગીય વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.