કચ્છ માં આવેલા ભચાઉ વિસ્તાર માં ભૂકંપનો આંચકો આવતા ભચાઉવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.ગભરાટ ના કારણે લોકો ઘરબહાર દોડી આવ્યા હતા.
કચ્છના ભચાઉમાં સવારે સાડા અગિયાર વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની માત્રા 3.4 હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદૂ ભચાઉથી ઉત્તર પૂર્વમાં 9 કિમી દૂર નોંધાયું છે.
ઉલ્લેખનિય છે કે કચ્છમાં સામાન્ય ભૂકંપ મોટેભાગે દરરોજ આવતા હોય છે મધરાતથી અત્યાર સુધી કચ્છમાં 6 હળવા ભુંકમ્પના અચકા નોંધાયા છે. પણ આજે ત્રણથી વધું માત્રાનો ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
કચ્છમાં અનેક ફોલ્ટ લાઈન સક્રિય છે. ભચાઉ ફોલ્ટ લાઈન પણ વિકસતી જાય છે.