AAP કોર્પોરેટર ધર્મેશ ભંડેરી એ ઠરાવ વગર યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કર્યુ.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કુલ ૨૭ બેઠક જીતી છે.આ  જીત ની સાથે જ નવા ચૂંટાયેલા કાન્સિલરો એ  ઉત્સાહમાં આવી નેે  રાતોરાત  યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર  પાટીદાર ગાર્ડન કરી નાખ્યુ. ઘણા સમયથી લોકોની યોગી ગાર્ડનનું નામ બદલવા   ની  માગ હતી. આ બાબતે  સુરતમહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા  વગર નામ ન બદલવું જોઈએ. ત્યાર બાદ  પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઊતારીને  પાછુુ  યોગી ઉદ્યાનનું બોર્ડ ફરી લગાવી દીધું છે.  કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્થાનિક લોકો ના સાથ  થી   મોડી રાત્રે  ગાર્ડનનું નામ બદલી નાંખ્યું હતુુુ..યોગી ઉદ્યાન એ  મહાનગર પાલિકા તરફથી રાખવામાં આવેલ નામ  છે  અનેે અગાઉ  લોકોએ જ પાટીદાર ગાર્ડન એવું નામ આપ્યું હતું. પછી ભાજપના શાસકોએ નામ માં ફેરફાર કરી યોગી ઉદ્યાન કરી નાંખ્યું ત્યારે  આ નિર્ણયથી સ્થાનિક લોકો માં પણ રોષની લાગણી  થવા પામી છે.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *