રિક્ષાચાલકોના યુનિયને CNG ભાવમાં કિલોએ કરવામાં આવેલા 95 પૈસાના વધારાને પાછો ખેંચી લેવાની માગણી કરી છે જો ભાવ વધારો પાછો ન ખેંચવામાં આવે તો આંદોલન નાં માર્ગે જવાની ચીમકી પણ આપવામાં આવી છે. ભાવ વધાારની સીધી અસર તેમની રોજી પર પડતી હોવા થી મહિને રૂા.૧૫૦ ની અને વરસે રૂા. ૧૮૦૦નું નુકસાન જઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર ચાર વર્ષથી અમારા ભાવ નથી વધાર્યા અમને પણ મોંઘવારી નડે છે માટેે અમે અમારી મરજી મુજબ ભાવ લઈશું અને સરકાર રિક્ષાના ભાડા નક્કી કરવાનું બંધ કરે.